ટ્રકમાં પ્લાસ્ટીકના કટ્ટાઓ નીચે છુપાવેલ દારૂ એ ડીવીઝન પોલીસે ઝડપી પડ્યો

દારુ બીયરના મોટા જથ્થા સહીત 20 લાખનો મુદામાલ કબજે 

ટ્રકમાં પ્લાસ્ટીકના કટ્ટાઓ નીચે છુપાવેલ દારૂ એ ડીવીઝન પોલીસે ઝડપી પડ્યો

Mysamachar.in-જામનગર

જામનગર સીટી એ ડીવીઝન પોલીસને ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે, પી.આઈ.એમ.આર.ગોંડલિયાની સુચનાથી ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન પ્લાસ્ટીકના કટ્ટાઓ નીચેથી છુપાવેલ દારૂનો મોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે, જામનગર રાજકોટ તરફથી ટ્રક નં. જી.જે 03 એડ્બ્લ્યુ 4215 ટોરસ ટ્રકમાં ભારતીય બનાવટનો ઇગ્લિશ દારૂ ભરી જામનગર શહેર તરફના કાલાવડ રોડ મહાપ્રભુજીની બેઠક તરફ ના રોડ પરથી નીકળવાનો છે. અને તે ટ્રકનું પાયલોટીંગ ઇકો કાર નં જી.જે 03 બી.વી 7730 કરે છે.

તેવી ચોક્કસ હકીકત મળતા વોંચ દરમ્યાન મહાપ્રભુજીની બેઠક આગળ રાધિકા સ્કૂલ પાસે પાણીના ટાકા પાસે વર્ણનવાળા વાહનો ઇકો કાર તથા ટોરસ ટ્રક નીકળતા તેને રોકી કોર્ડન કરી ઇકો કાર ચાલક સતીષ ઉર્ફે ભૂરો, રસીકભાઈ વિશાણી ટોરસ ટ્રક ચાલક તથા કલીનર રાજેશ રવુભા કંચવા, રવિરાજસિંહ નિરુભા જાડેજા ભારતીય બનાવટનો ઇગ્લિશ દારૂ ની શીલબંધ બોટલ નંગ 749 તથા બીયર ટીન નંગ 72 મોબાઈલ નંગ 4, ઇકો કાર તથા ટોરસ ટ્રક તથા ટ્રકમાં રહેલ પ્લાસ્ટિક ના કટકાના કટ્ટા જે દારૂ છુપાવવા ઉપયોગ કરેલ તે બિલ્ટી મુજબની તથા ઝડપાયેલ ઈસમોની ઝડતીમા થી દારૂના વેંચાણ થઈ મેળવેલ રોકડા રૂ.80,000/- એમ કુલ મળી 20,36,905/- ના મુદામાલ સાથે આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.