ફ્રુટના બોક્સની પાછળ છુપાવેલ દારૂ પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો

મહારાષ્ટ્ર તરફથી આવતી આઈશર ટેમ્પો

ફ્રુટના બોક્સની પાછળ છુપાવેલ દારૂ પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો

Mysamachar.in-નવસારી

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે વધુ એક વખત ઝડપાયો છે દારૂનો મોટો જથ્થો....નવસારીના વાંસદા પોલીસે વાંસદા તાલુકાના બીલમોડા ચેકપોસ્ટ પરથી મહારાષ્ટ્ર તરફથી આવતા આઇસર ટેમ્પોમાં ચેકિંગ કરતા રૂ. 9,74,400ના દારૂ સહિત રૂ. 16,75,360નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ચાલકને ફરાર જાહેર કર્યો હતો, આંતરરાજ્ય ચેકપોસ્ટ બીલમોડા પાસે પોલીસ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આઇસર ટેમ્પો નં. એમએચ-48-બીએમ-4368 આવતા તેને ઉભી રાખી તપાસ હાથ ધરી હતી. પોલીસને ટેમ્પોમાં ફ્રૂટ ભરવાના કાગળના ખાલી બોક્સની પાછળ ઈંગ્લીશ દારૂ નજરે પડતા ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે તપાસ કરતા ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 6828 બોટલ કિંમત રૂ. 9,74,400 મળી આવી હતી. પોલીસે દારૂ સહિત ટેમ્પો કિંમત રૂ. 7 લાખ મળી રૂ. 16,75,360નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર વધુ તપાસ હાથ ધરી છે.