ગુજરાતમાં અમદાવાદીઓ માસ્ક ન પહેરવાની આદતમાં મોખરે..

ફરજીયાત માસ્ક પહેરવાના આદેશ બાદ છતાં અમદાવાદીઓ અતિ બેદરકાર..

ગુજરાતમાં અમદાવાદીઓ માસ્ક ન પહેરવાની આદતમાં મોખરે..
file image

Mysamachar.in-અમદાવાદ

વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી છે. તેનાં સંક્રમણથી બચવા માટે સરકારે ગાઈડ લાઈન પણ જાહેર કરી છે. જેથી સંક્રમણ થતું અટકાવી શકાય. એમાં ફરજીયાત માસ્ક પહેરવાના આદેશ બાદ અમદાવાદીઓ અતિ બેદરકાર જોવા મળી રહ્યા છે. માસ્ક નહીં પહેરવાના કેસોમા 600% વધારો નોંધાયો છે. આ માટે અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં 4.67 કરોડનો દંડ વસૂલ્યો છે. માસ્ક નહીં પહેરનાર લોકો વિરૂદ્ધ પોલીસ જ્યારે આવા કાયદાકીય પગલાં લે છે તો પણ લોકો દંડ ભરવા કરતાં જાતે જ નિયમોનું પાલન કરે તે વધારે હિતાવહ રહે છે. કેમ કે શરૂઆતમાં તો ગુજરાતમાં અમદાવાદ શહેર હોટસ્પોટ હતું. હવે કોરોના અમદાવાદ શહેરમાં કોરોના ફરીથી માથું ઊંચકી રહ્યો છે. ત્યારે માસ્ક વગર નીકળતા લોકો સામે પોલીસે અનેક મહિનાઓથી કડક થઈ છે.

અત્યાર સુધીમાં 1.76 લાખ લોકોને દંડ ફટકાર્યો છે. કુલ 4.67 કરોડથી વધુ દંડની રકમ વસૂલવામાં આવી છતાંય લોકો માસ્ક ન પહેરવાની આદતમાંથી બહાર આવવાનું નામ નથી લેતા એ જોવા જેવું છે. કોરોના સમયમાં અમદાવાદમાં લોકડાઉન હતું ત્યારથી અત્યાર સુધીમાં માસ્ક વગર જાહેરમાં નીકળનાર વ્યક્તિની પાસેથી પોલીસે પહેલાં  500 રૂપિયાનો દંડ વસુલવામાં આવતો હતો જે હવે એક હજાર રૂપિયાનો દંડ વસૂલે છે. આ કારણે શહેરમાં માસ્ક વિના નીકળતાં શહેરીજનો અને પોલીસ વચ્ચે દંડ બાબતે ઘર્ષણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

એક અહેવાલ અનુસાર ઓગસ્ટ માહિનામાં માસ્ક નહીં પહેરવાના 212 કેસની સામે જ્યારે સપ્ટેમ્બર માસમાં 1,520 કેસ કરવામાં આવ્યા છે. માસ્ક નહીં પહેરવાના નિયમનો ભંગ કરવાના કેસોમાં આ રીતે 600 ટકાનો વધારો થયો છે. જે ખૂબ ચિંતાજનક છે. પોલીસ અધિકારીઓ જણાવે છે કે, માસ્ક વિના બહાર નીકળનારા લોકો અને પોલીસ વચ્ચે દંડની રકમને લઈને ધર્ષણની ઘણી ધટનાઓ વારંવાર બની રહી છે. ત્યારે શહેર પોલીસ કોરોના મહામારી વચ્ચે લોકોને જાગૃત કરવા હવે કાયદેસર પગલાં ખૂબ કડક રીતે ભરવાના શરૂ કર્યા છે. તમે છતાં માસ્ક નહીં પહેરવા બાબતે લોકોના નિતનવા બહાનાઓ આપતા હોય છે.

જેમાં ઘણાં બહાનાઓ હાસ્યાસ્પદ હોય છે. લોકોની માસ્ક ન પહેરવાની બેદરકારીને કારણે અમદાવાદમાં કોરોનાનો કહેર પોલીસ વિભાગમાં જોવા મળ્યો છે. એક એહવાલ મુજબ શરૂઆતથી આજ સુધીમાં પોલીસ વિભાગમાં 731 જેટલાં કર્મચારીઓ, અધિકારીઓને કોરોના થયો છે. જેમાં હોમગાર્ડ, ટી.આર.બી. અને પોલીસનો સમાવેશ થાય છે. ફ્રન્ટ લાઈન વોરિયર એવા છ જવાનો તો મૃત્યુ પામ્યાં છે. જ્યારે 731માંથી 674 લોકો સાજાં થઈ પાછા કાર્યરત થઈ ગયા છે. પરંતુ આજની તારીખે 51 જેટલા કર્મચારી અધિકારીઓને કોરોના પોઝિટિવ છે. જેમાંના મોટાભાગના  ક્વૉરન્ટાઇન કરવામાં છે.