અમદાવાદની એસીડ અટેકની ચોકાવનારી ઘટના, 2 આરોપીઓ સુધી પોલીસ મોબાઈલ લોકેશનને આધારે પહોચી

ત્રણ નાના બાળકો સહીત 4 દાજી ગયા હતા

અમદાવાદની એસીડ અટેકની ચોકાવનારી ઘટના, 2 આરોપીઓ સુધી પોલીસ મોબાઈલ લોકેશનને આધારે પહોચી

Mysamachar.in-અમદાવાદ

બે દિવસ પૂર્વે અમદાવાદમાં કંપારી છોડાવી દે તેવી ઘટના સામે આવી હતી, જ્યાં એક પરિવાર પર એસિડ એટેક કરવામાં આવતા બે બાળકો સહીત ચાર લોકો દાજી ગયા હતા, અમદાવાદના માધુપુરામાં કૌટુંબિક કાકાના દીકરાએ પરિવાર પર એસિડ એટેક કર્યો હતો જે હુમલામાં બે બાળકીઓ, એક બાળક સહિતના લોકોના ચહેરા ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેક થતા બંને બાળકીના ચહેરા અત્યારે બગડી ગયા છે.

અમદાવાદ સહીત રાજ્યભરમાં ચકચાર મચાવનાર આ ઘટનામાં ફરાર આરોપીઓ ચોટીલામાંથી ઝડપાયા છે. ચોટીલા પોલીસે આણંદપુર રોડ પરથી ફિલ્મી ઢબે દબોચી લીધા હતા. પોલીસ મોબાઈલ લોકેશનના આધારે આરોપીઓ પાસે પહોંચી હતી. બન્ને આરોપી અજય મોહન દંતાણી અને વિજય મોહન દંતાણીનો કબ્જો લઇ ચોટીલાથી અમદાવાદ આવવા પોલીસ રવાના થઇ છે.

માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે નાના બાળકો અને મહિલા પર એસિડ એટેકની ઘટના બની હતી. કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કર્યા બાદ વહેલી સવારે બારીમાંથી એસિડ ફેકયું હતું. જેમાં પાંચ અને આઠ વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ પર દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા તેઓ દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પણ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યા બાદ બન્ને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.