કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આવતી ચુંટણી સુધીમાં કોંગ્રેસ રાજ્યમાંથી...

કોંગ્રેસમાંથી એક બાદ એક વિકેટ ખરી રહી છે

કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આવતી ચુંટણી સુધીમાં કોંગ્રેસ રાજ્યમાંથી...
file image

Mysamachar.in:ગાંધીનગર:

આ વર્ષ વિધાનસભાની ચુંટણીનું વર્ષ છે ત્યારે કેટલીય મોટી રાજકીય ઉથલપાથલો આ વર્ષમાં જોવા મળશે, એ પૂર્વે ભાજપે મિશન શરુ કરી દીધું હોય તેમ કોંગ્રેસના એક બાદ એક નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે “કોંગ્રેસ દેશ અને આપણા રાજ્યમાં નામશેષ થઇ રહી છે, યોગ્ય દિશા અને દશા નક્કી નહિ થઇ શકવાના કારણે અને યોગ્ય નેતૃત્વ નહી હોવાના કારણે કોંગ્રેસ દિવસે ને દિવસે ભાંગતી જાય છે અને હું માનું છું ત્યાં સુધીમાં આવતી ચુંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે” આમ રાઘવજી પટેલના આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવ્યો છે.