જેની સામે છે ગંભીર આક્ષેપો..તે ટેક્સ ઓફીસરને વધારાના ત્રણ ચાર્જ લટકામાં...

કોર્પોરેટર રચના નંદાણીયાને આપવામાં આવ્યો જવાબ

જેની સામે છે ગંભીર આક્ષેપો..તે ટેક્સ ઓફીસરને વધારાના ત્રણ ચાર્જ લટકામાં...
file image

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકામાં બાબુઓની જેવી ભક્તિ ચાલે છે તેવી કદાચ કોઈ જગ્યાએ નહિ ચાલતી હોય.... આપણે ત્યાં એવું કહેવાય છે કે બિલાડીને દૂધનું રખોપું ના સોપાય...છતાય સોંપીએ તો દુધના બચે તે સૌ જાણે છે, જામનગર મહાનગરપાલિકાની તાજેતરમાં જ મળેલ સામાન્યસભામાં મનપાના ટેક્સ ઓફીસર નંદાણીયા સામેની કાચબાગતિએ મહિનાઓથી ચાલતી તપાસ અને તેને લઈને વિપક્ષના સભ્યોએ કરેલ સવાલો ભારે ચર્ચામાં રહ્યા છે. એવામાં વિપક્ષ કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા આ મામલે કલમ 44 હેઠળ પ્રશ્નોતરીમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે....

નંદાણીયા પોતે ટેકસ ઓફિસર સ્ટોર કન્ટ્રોલીંગ વ્યવસાયવેરા અધિકારી ઓફિસ સુપ્રિટેન્ડન્ટ શાખા અગત્યની ચાર-ચાર શાખાનાં હવાલા છે કારણ કે એક તરફ સંસ્થાના કર્મચારીને પ્રમોશન મળતા નથી અને બીજી બાજુ આ નંદાણીયાને ચા૨-ચાર શાખાનાં હવાલા જાણે બિલાડીને દુધનાં રખોપા કરવા તેવી બાબત થાય છે તો શું તે કમાવ દિકરા હોવા જોઈએ અને તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તો આનો જે જવાબ નાયબ કમિશ્નર દ્વારા કોપોરેટર રચના નંદાણીયાને આપવામાં આવ્યો તેમાં લખ્યું છે કે જી.જે.નંદાણીયા, ટેકસ ઓફિસરને ખાતાના કામની અને વહિવટી સરળતા ખાતર સ્ટોર કન્ટ્રોલીંગ ઓફિસર, વ્યવસાય વેરા અધિકારી તેમજ ઓફિસ સુપ્રિટેન્ડન્ટની જગ્યા ઉપરનો ચાર્જ આપવામાં આવેલ છે.અરે ભાઈ તમે રેકોર્ડ પર ઇન્ક્વાયરી ક્યાં પહોચી તેના જવાબ તો આપતા નથી તો આટલા બધા ચાર્જ આપ્યા છે તેની માહિતી તો ફટાકથી આપી દીધી.... પણ જાણકારો કહે છે કે આવું બધું જામનગર મનપામાં જ ચાલે..!