સ્ટેટમોનીટરીંગ સેલ એ કરેલ રેઇડનો આફ્ટરશોક,સીટી બી પીઆઈ જોશી સસ્પેન્ડ

પેહલી ગાજ પીઆઈ પર વરસી

સ્ટેટમોનીટરીંગ સેલ એ કરેલ રેઇડનો આફ્ટરશોક,સીટી બી પીઆઈ જોશી સસ્પેન્ડ

mysamachar.in-જામનગર

ગત સાંજે જામનગર શહેરના પટેલવાડી વિસ્તારમાં મોટાપાયે ચાલી રહેલા જુગારના અખાડા પર સ્ટેટ મોનટરીંગ સેલ ટીમે દરોડો પાડી ૨૮ પત્તાપ્રેમીઓને ૪.૨૯ લાખની રોકડ સહીત ૬,૩૧,૪૫૦ લાખના મુદામાલ સાથે  ઝડપી પાડતા સ્થાનિક પોલીસ મા દોડધામ મચી જવા પામી હતી,રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા ને  મળેલી સીધી  બાતમીના આધારે સ્ટેટ મોનટરીંગ સેલની ટીમના દસેક સભ્યોની ટીમે પટેલવાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો,

નથુ બેલા નામના સંચાલક દ્રારા ચલાવાતા જુગારના અખાડા પર સ્ટેટ મોનટરીંગ સેલ ટીમે સ્થાનિક પોલીસને અંધારામા રાખી દરોડો પાડતા સ્થાનિક પોલીસના પરસેવા છુટી જવા પામ્યા હતા,આ રેઇડ સ્થાનિક પોલીસની જાણ બહાર થઇ હોય તાત્કાલિક અસરથી સીટી બી ડીવીઝન પીઆઈ પર સસ્પેન્સના પગલા લેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે,

એવામાં આ રેઇડ મા જેમ અપેક્ષિત હતું તેમ સીટી બી ડીવીઝન પીઆઈ કે.પી.જોશી ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.