લે બોલો.. પોલીસપાર્ટી પર ખુની હુમલો કરનારા છેક બે વર્ષે ઝડપાયા

સ્થાનિક પોલીસે બે વર્ષ શું કર્યું.?

લે બોલો.. પોલીસપાર્ટી પર ખુની હુમલો કરનારા છેક બે વર્ષે ઝડપાયા

mysamachar.in-જામનગર

સામાન્ય મારમારી કે બીજા બનાવોમાં પોલીસ ફરિયાદ થયા બાદ આરોપીઓ ને ઝડપવા પોલીસ ઉધામા નાખતી હોય છે,જો છતાં પણ આરોપીઓના મળી આવે તો યેનકેન પ્રકારની પ્રેશર ટેકનીક અજમાવીને આરોપીઓ સુધી પહોચવામાં આવતું હોય છે,પણ ખુદ પોલીસ પર હુમલો કરવાના બનાવમાં જ આરોપીઓ ૨ વર્ષના અંતે ઝડપાતા પોલીસની નિષ્ક્રિયતા સામે પણ અનેક સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે,

વાત છે જામનગર જિલ્લાના સિક્કા પાસે બે વર્ષ પહેલા પોલીસ પાર્ટી પર ખુની  હુમલો કરીને નાશી છૂટેલા ૬ જેટલા આરોપીઓને સ્થાનિક પોલીસ  તો  ન પકડી શકી પરંતુ જામનગર એલસીબીએ ઝડપીને મેધપર પોલીસ મથકમાં સુપ્રત કર્યા છે,જામનગર નજીક સિક્કા ગામના પાટિયા પાસે ઉનાકાંડના બનાવના પગલે તોફાનો થયા હતા અને ત્યારે મેધપર પોલીસ મથકના પીએસઆઈ એમ.જે. ઝલુ અને સ્ટાફ ઉપર ખૂની હુમલાનો બનાવ બનતા ૬ જેટલા શખ્સો સામે હત્યાની કોશિશ નો ગુન્હો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ખુની હુમલાના બનાવ બાદ સિક્કા કારાભુંગાના વિજય પરમાર, ગણેશ રાણવા, મુકેશ રાઠોડ, ધીરજ ડોડીયા, કાંતિ મકવાણા, અને મોહન રાઠોડ નામના શખ્સોનો સ્થાનિક પોલીસને તો છેલ્લા બે વર્ષ સુધી કોઈ પતો ન લાગ્યો પરંતુ જામનગર એલસીબીએ બે વર્ષથી નાસતા-ફરતા આ શખ્સોને ઝડપી લઈને  મેધપર પોલીસના હવાલે કરવાની ફરજ પડી છે.