બેન્ક્ના મહિલા વોશરૂમ બાદ હવે અહી પડોશી બાથરૂમમાં સ્પાય કેમેરો લગાવી ગયો
સતત વધતી આવી ઘટનાઓ શરમજનક

Mysamachar.in:ગીર સોમનાથ
તાજેતરમાં જ જામનગરના દરેડ નજીક આવેલી પંજાબ બેંકની લેડિઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં ચકચાર જાગી હતી અને સમગ્ર મામલે મહિલા કર્મચારીએ બેંકનાં ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી તો રાજકોટમાં ધનાઢ્ય પરિવારનો સભ્ય સમાજને શરમાવે તેવી કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા કમાવવા સાસુ-સસરાએ તમામ હદો પાર કરી અને પોતાના જ પુત્ર અને પુત્રવધુના અંગતપળોના વીડિયો સોશિયલ મીડિયા પર મુકી દીધા. હાલ તો પોલીસે પીડિતાની ફરિયાદના આધારે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે, પરંતુ શું આ સિલસિલો ચાલુ જ રહેશે કે ક્યાંય અટકવાનું નામ લેશે? કારણ કે દિનપ્રતિદિન આ પ્રકારની વિકૃત માનસિકતા સમાજને કઈ તરફ દોરી રહી છે તે સ્પષ્ટ કરે છે.
આજે સામે આવેલ ઘટનાની વાત કરીએ તો ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે. પડોશીના મકાનનાં બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હોવાની ઘટના સામે આવી છે. તે બાથરૂમમાં મહિલાઓનો વીડિયો ઉતારતો હતો. મહિલાએ બાથરૂમની જાળીમાં ફિટ કરેલા કેમેરા પર નજર પડતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ IT એકટની કલમ 66(ઇ) તેમજ IPC 354(ગ) હેઠળ ફરિયાદ નોંધી છે.
આ સમગ્ર ઘટના વેરાવળના 80 ફિટ રોડના પોશ વિસ્તારની છે. જ્યાં આરોપી યુવક ફરિયાદીના રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવે છે. મકાનના બાંધકામ સમયે દીવાલમાં બાથરૂમ સાઈડ કેમેરો ગોઠવ્યો હતો. મહિલાએ બાથરૂમની જાળીમાં ફિટ કરેલા કેમેરા પર નજર પડતા ભાંડો ફૂટ્યો હતો. ગોપાલ વણિક નામના યુવકનું આ કારસ્તાન સામે આવ્યું છે. તે બાથરૂમમાં મહિલાઓની પ્રવૃત્તિના વીડિયો ઉતારતો હતો. ગઈ સાંજે મહિલાને બાથરૂમની જાળીમાં ફિટ કરેલ કેમેરો નજરે આવતા ભાંડો ફૂટ્યો હતો. ગુજરાતની મહિલાઓ અસુરક્ષિત છે ? ક્યાંક કામ કરવાના સ્થળે તો ક્યાંક ઘરમાં પણ સ્યાય કેમેરા લગાવ્યા હોવાની ઘટનાઓના લીધે સવાલ ઉઠ્યા છે. ઘર અને કામના સ્થળો પર જ જો મહિલાઓ સુરક્ષિત નથી તો અન્ય ક્યાં સલામત હશે...?