Mysamachar.in-જામનગર
આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રથમ વખત જામનગરના પ્રવાસે આવ્યા છે, અને સાથે મુખ્યમંત્રી પણ આવ્યા છે, ત્યારે જામનગર શહેર ભાજપે જે સભાને પક્ષપ્રમુખ અને સી.એમ ની ઐતિહાસિક સભા ગણાવી તે સભાનો ફિયાસ્કો એવો તો થયો કે નેતાઓંને પરસેવા છૂટી ગયા કારણ કે ધનવંતરી ગ્રાઉન્ડમાં ખુરશીઓ વધી પડી (એટલે કે કોઈ બેસવાવાળા જ ના આવ્યા) ને ભાજપની કહેવાતી અને પ્રદેશ પ્રમુખની પહેલી સભાનો ફિયાસ્કો એવો તો થયો કે હવે જોઈએ કોનો વારો આકરા પ્રદેશ પ્રમુખ કાઢે છે.