કાર પલટ્યા બાદ 300 ફૂટ સુધી ઢસેડાઈ,3 યુવકોના જીવ ગયા 

રાજ્યમાં અહી બની છે આ ઘટના 

કાર પલટ્યા બાદ 300 ફૂટ સુધી ઢસેડાઈ,3 યુવકોના જીવ ગયા 

Mysamachar.in-છોટાઉદેપુર:

રાજ્યમાં વધી રહેલ અકસ્માતોની સંખ્યા વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગતરાત્રીના સમયે છોટાઉદેપુર જીલ્લાના નસવાડીનાં સોઢલીયા ગામમાં એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જેમાં કારમાં 6 યુવકો સવાર હતા તે કાર પલટી મારીને 300 ફૂટ દૂર સુધી ઢસડાઇ હતી. જે બાદ તે ખાડામાં ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં નસવાડીનાં ત્રણ યુવાનોનાં મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.અકસ્માત કેટલો ગંભીર હશે તેનો અંદાજ ત્યારે આવે કે અકસ્માતમાં કારનો કડુસલો બોલી ગયો હતો,બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા મૃતક યુવકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.