ઓવરબ્રિજ પરથી કાર નીચે ખાબકી પછી...

ભાવનગરથી યુવકો દ્વારકા દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે...

ઓવરબ્રિજ પરથી કાર નીચે ખાબકી પછી...

Mysamachar.in-રાજકોટ:

રાજકોટના જેતપુર નેશનલ હાઈવે ઓવર બ્રિજ પરથી કાર નીચે ખાબકી હતી. અકસ્માતમાં કારમાં સવાર એક યુવકનું કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય 3 યુવકોનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ કારમાં સવારે ચારેય યુવકો ભાવનગરથી દ્વારકા જઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 40 ફૂટ જેટલી ઊંચાઈથી કાર ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર એક કિશન નામના યુવકે જણાવ્યું કે, તેઓ ભાવનગરથી દ્વારકા જઇ રહ્યા હતા, ત્યારે અચાનક ગાડી પલટી ગઇ હતી. તેઓ હોન્ડા સીટી કારમાં સવાર હતા. અકસ્માત મૃતક સિવાય અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.