વરસાદના વિરામ બાદ હવામાન વિભાગની આગાહી છે કે..

જો કે...

વરસાદના વિરામ બાદ હવામાન વિભાગની આગાહી છે કે..
file image

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદે વિરામ લીધો છે અને મોટાભાગે કોઈક સ્થળોએ હળવા વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે, ત્યારે ફરીથી હવામાન વિભાગે પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, હાલ રાજ્ય પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ નહીં વરશે. જો કે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ હવામાન અંગે આગામી પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેશે.

રાજ્યમાં હાલ ભારે વરસાદની આગાહી નથી. અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ થશે. રાજ્યનાં થોડા વિસ્તારોમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ વરસશે. કેટલીક જગ્યાઓમાં હળવો વરસાદ વરસશે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.