ફ્રેન્ડશીપ કેળવી મેળવ્યા મોબાઈલ નંબર, શરુ કર્યું બ્લેકમેઇલિંગ અને આચર્યું દુષ્કર્મ..

સલાયાની ઘટના..

ફ્રેન્ડશીપ કેળવી મેળવ્યા મોબાઈલ નંબર, શરુ કર્યું બ્લેકમેઇલિંગ અને આચર્યું દુષ્કર્મ..
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લો સ્ત્રીઅત્યાચારોના કિસ્સાઓને લઈને સતત બદનામ બની રહ્યો છે, યુવતીઓની છેડતી, બળાત્કાર, દહેજ, હત્યા સહિતના કિસ્સાઓ આ જિલ્લામાં અવારનવાર સામે આવતા રહે છે, તેવામાં વધુ એક દુષ્કર્મ નો કિસ્સો સલાયામાં સામે આવ્યો છે, જેમાં બે શખ્સો યુવતીને વિશ્વાસમાં લઇ તેણી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સલાયા પોલીસમથકમાં નોંધાઈ છે,

સલાયામાં રહેતી એક યુવતીને સલાયામાં જ વસવાટ કરતા આરોપીઓ અજીમ બુખારી અને મહેબુબ ગજણએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી અજીમ બુખારીએ  યુવતી  સાથે ફ્રેન્ડશિપના બહાને ખોટો પ્રેમ સબંધ રાખી લલચાવી ફોસલાવી તેણીના મોબાઇલ નંબર મેળવી લઇ અને તેની સાથે મોબાઇલમાં થયેલ વાતચીતનું રેકોર્ડીંગ કરતા હતા, દરમિયાન વિશ્વાસમાં આવી ચૂકેલી યુવતીએ આરોપીને વોટ્સએપમાં મોકલેલ ફોટાનો દુરઉપયોગ કરી તેની સાથે શરીર સબંધ બાંધવા બ્લેકમેઇલ કરતા હતા, એવામાં યુવતીને બળજબરીથી છરી બતાવી ધમકીઓ આપી તેણીનું અપહરણ કરી બંને આરોપીઓ સલાયા થી અલગ અલગ જગ્યાએ લઇ જઇ જેમાંથી અજીમ બુખારી એ યુવતી સાથે અવાર-નવાર તેમની ઇચ્છા વિરૂધ્ધ બળજબરીથી શરીર સબંધ બાંધ્યા હતા, તો બીજા આરોપી મહેબુબ ગજણએ પણ એક વખત તેણીની ઇચ્છા વિરૂધ્ધ ધાક ધમકીથી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું, વધુમાં અજીમ નામના આરોપીએ ફરિયાદી સાથે બળજબરીથી નિકાહ પણ કર્યા હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે,હાલ પોલીસે આ મામલે ગુન્હો નોંધી ફરિયાદીના મેડીકલ તપાસણી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.