જામનગર બાદ જોડીયાનો વારો, જોડીયાના પીઠડમા એકીસાથે 6 દુકાનોના તાળા તૂટ્યા 

પોલીસની ઠંડી ઉડાવતા તસ્કરો

જામનગર બાદ જોડીયાનો વારો, જોડીયાના પીઠડમા એકીસાથે 6 દુકાનોના તાળા તૂટ્યા 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

તાજેતરમાં જ જામનગર શહેરના સીટી બી ડીવીઝન પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોમાં તસ્કરોએ એકીસાથે 10 જેટલા ઘરોમાં તાળા તોડયાની ઘટના તાજી જ છે ત્યાં જીલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામની મેન બજારમાં આવેલી છ થી આઠ દુકાનોના શટર તોડીને 18000 ના માલમતાની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની તપાસ આરંભાઈ છે. 8 જેટલી દુકાનો પૈકી ત્રણ થી ચાર દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયાનું જાણવા મળ્યુ છે. 

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં પીપળા ચોક ખાતે રહેતા મહેશભાઈ ભાણજીભાઈ હોથીએ જોડીયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં જણાવ્યું હતું કે, જોડિયાના પીઠડ ગામ મેન બજારમાં આવેલી ફરિયાદી મહેશભાઈ તથા સાહેદોની દુકાનોના શટર ઉંચા કરી, તોડી દરવાજાના નકૂચા તોડીને દુકાનોમાંથી કુલ 18350 ચોરી કરી નાસી છૂટયા હતા.પીઠડ મેન બજારમાં આવેલી કરિયાણા,જંતુનાશકની દવા અને ડેરી સહિતની છ જેટલી દુકાનોમાં ચોરી માટે તસ્કરો ત્રાટકયા હતા. બે દુકાનમાં પ્રયાસ થયાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.