શહેરમાં કમ્પ્લીશન બાદ બાંધકામના કારસા.!

ટેરેસ સહિતમા બિન્દાસ એક્સ્ટેશન માટે ખાસ "સ્કીમ"

શહેરમાં કમ્પ્લીશન બાદ બાંધકામના કારસા.!

Mysamachar.in-જામનગર:

શહેરમા સંખ્યાબંધ બાંધકામો દર વર્ષે થતા રહેતા હોય છે, જેના એક અંદાજ મુજબ મંજુરીવાળા વર્ષે સાડાચાર હજાર જેટલા બાંધકામ થાય છે અથવા પ્રગતિમા હોય છે તેમજ વર્ષે દોઢ હજારથી વધુ કમ્પલીશન અપાતા હોય છે, કમ્પ્લીશન આપવામા અમુક કિસ્સામા બાંધછોડ પણ થાય છે, તેમાય નવા નિયમો આવ્યા બાદ ટીપીઓ બ્રાંચના કર્મચારીઓ ઉપરીની પુરેપુરી જાણ હેઠળ અમુક આસામીઓને પહેલા નિયમાનુસાર બાંધકામ કરી કમ્પ્લીશન લેવા સઘન માર્ગદર્શન આપી બાદમા વધુ બાંધકામ કરી લેવાની મૌખિક છુટ ચોક્કસ લાભ લઇને આપે છે, તેવું મનપાના ટીપીઓ શાખામાં રોજબરોજ આંટાફેરા કરનારાઓ કહે છે,

જાણકારોના મતે રણજીતસાગર રોડ,પટેલ પાર્ક, મારૂ કંસારા હોલ પાછળના અમુક ટેનામેન્ટ એપાર્ટમેન્ટ, ગોકુલનગરના અમુક બાંધકામ, ઇન્દીરા માર્ગ પરના કોમર્શિયલ અને રેસીડેન્શીયલ વાલકેશ્વરીમાં અમુક બાંધકામ સહિત સંખ્યાબંધ કિસ્સાઓમા કમ્પ્લીશન બાદ વધુ એક રૂમ, દુકાન, સ્ટોર રૂમ બાલ્કની કવર થયા છે, અથવા થઇ રહ્યા છે જે ટીપીઓ બ્રાંચની જાણમાં જ છે, કેમકે એક તો કોઇ બાંધકામથી કનડગત થાય એટલે આજુબાજુના રહીશો લેખીત મૌખીક રજુઆત કરે  અમુક ચબરાકો દરેક જગ્યાએ હરતા ફરતા આવુ જ ધ્યાન રાખતા હોય વળી બાંધકામ પુર્ણ થયા બાદ થઇ રહેલા વધારાના બાંધકામ અમસ્તાય નજરે ચડે તે સ્વાભાવિક છે,

બીજી તરફ શોપીંગ સેન્ટર કોમર્શિયલ કમ રેસીડન્સ કોમ્પલેક્ષમાં બાંધકામ પુરા થયા બાદ ટેરેસમા બાંધકામ સ્થાયી અને અસ્થાયી કરી અમુક ક્લીનીક લેબ સ્ટોર રૂમકે ગોડાઉન પાર્લર ક્લાસીસ કે હેલ્થ સેન્ટર કે રેસ્ટોરન્ટ વગેરે ચલાવાતા હોવાની શકયતા નકારી શકાતી નથી આવા ઉપયોગ સુમેર ક્લબ રોડ, પીએન રોડ, ઇન્દીરા રોડ, બેડી રોડ મેહુલનગર, અંબર ચોકડી આજુબાજુના વિસ્તાર વિકાસગૃહ રોડ પર થઇ રહ્યાનુ અનુમાન થાય છે. જો કે આ તમામ આક્ષેપ અને વિસ્તારોના અંદાજ  અંગે ઠોસ તપાસ બાદ જ સાચો નિષ્કર્ષ નીકળે પરંતુ આવુ થાય છે તે પાકુ છે,

આવા ખેલ માટે ટીપીઓની ખાસ સ્કીમ કાર્યરત છે, જેના લાભ દરેક ને મળતા હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થાય છે, અને અમુક કિસ્સા નરી આંખે જોવા પણ મળે છે, છતાય જાણકારો જવાબદારો આંખો મીંચી જતા હોય તો તેની કંઇ કિંમત અવેજ કે લાભ મળતા જ હોય કાંતો ખાસ કિસ્સાઓમા કોઇનુ રાખવુ પડતુ હોય તેવુ પણ ચોક્કસ બને છે, આ સમગ્ર મામલાના ગેરલાભ લેનારા લાભ લેનારા અને દુજણી ગાય જેમ બાંધેલો લાભ લેનારા પણ મનપાની અંદર અને બહારના અમુક હોય તો પણ નવાઇ નહી.