Mysamachar.in:ગુજરાત
ચોમાસાની ઋતુ સતાવાર રીતે રાજ્યમાંથી પૂર્ણ થયા બાદ હવે ગુજરાતમાં મોસમમાં બદલાવ નજર આવવા લાગ્યો છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં રાતમાં હળવી ઠંડી તો દિવસે તડકો પરેશાન કરી રહ્યો છે. હવે આગામી સપ્તાહ સુધી ગુજરાતમાંથી ચોમાસુ એકદમ ગાયબ થઈ જશે. તેના બાદ મોસમમાં તેજીથી પરિવર્તન નજર આવવા લાગશે અને તાપમાનનો પારો ગગડવા માંડશે. હાલ દિવસે હળવી ગરમી અને રાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે આજે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આમ વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમી બાદ હવે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે.