દ્વારકા જિલ્લા મથકની મુલાકાતમા આરોગ્ય કમિશનરની સુફીયાણી સલાહ પણ...

સેવા સુધારો..પ..ણ...સ્ટાફ..સાધન સુવિધા..?

દ્વારકા જિલ્લા મથકની મુલાકાતમા આરોગ્ય કમિશનરની સુફીયાણી સલાહ પણ...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

અનેક વિભાગોની સેવાઓમા ખામીની જેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાની આઠ લાખ જેટલી વસતી આરોગ્ય સેવા મેળવવાના મામલે ખુબ હાલાકી ભોગવે છે, કલ્યાણપુરથી ઓખા સુધીના વિસ્તારના લોકો પોરબંદર કે ત્યાથી રાજકોટ સારવાર લેવા જાય એ સિવાયના જામનગર આવે તો દ્વારકા અને ખંભાળીયાની હોસ્પીટલ તો શોભાના ગાંઠીયા જેમજ ગણવાની છતા આરોગ્ય કમિશ્નર આવી ને સુફીયાણી સલાહ આપે સેવા સુધારો પરંતુ સ્ટાફ વગર પુરતી સુવિધા વગર કેમ સેવા સુધરશે...??

એક  સરકારી યાદી મુજબ  દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં આવેલ જનરલ હોસ્પિ ટલ ખાતે રાજય કક્ષાએથી જયપ્રકાશ શિવહારે કમિશ્નર આરોગ્ય  ગાંધીનગર દ્વારા મુલાકાત લીધેલ અને તેવોએ ડેન્ગ્યુની સ્થિરતિ વિશે અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં રોગચાળાની સ્થિ તિ વિશે ચર્ચા કરેલ હતી.. જિલ્લાની કામગીરીનો રીવ્યુ કરતાં તાલુકા અને પ્રા.આ.કેન્દ્ર વાઈઝ ડેન્ગ્યુ પોઝિટીવ કેસ તથા પોરાનાશક કામગીરી વગેરેની માહિતી મેળવેલ. હાલમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પરિસ્થિાતિને ધ્યાને લઈ બીજા જિલ્લામાંથી ૧ર એમ.બી.બી.એસ. ડોકટરોને ડેપ્યુટેશન પર મુકવામાં આવેલ છે તેમજ જિલ્લામાં એમ.બી.બી.એસ. ડોકટરોની ઘટને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા માટે કુલ-૧૩ નવા આયુષ તબીબની જગ્યા મંજુર કરવમાં આવેલ. તેમજ એમ.પી.એચ.ડબલ્યુની ખાલી જગ્યાઓને ધ્યાને લઈ ખાલી જગ્યાઓ આઉટસોર્સીંગથી ભરવાની મંજુરી પણ આપેલ. બેઠક બાદ કમિશ્નરએ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે જનરલ હોસ્પિંટલની મુલાકાત લઈ હોસ્પિટલની સેવાઓ સુધારવા મહત્વના સુચન પણ કરેલ,

હવે આ આયુષ આપ્યા તે પણ ખાલી જગ્યા સામે અડધા આપ્યા,ખંભાળિયા હોસ્પીટલમા માંડ એક સર્જન મુકાયા તે પણ ટકે તો તેમજ પેરા મેડીકલ સ્ટાફ નથી સાધન પુરતા નથી ૧૦૦ બેડની હોસ્પીટલ કહેવાય પણ દરેક બેડને લગત સ્ટેન્ડ ટેબલ વગેરે પુરતા નથી, બીજી તરફ દ્વારકા હોસ્પીટલ બાજુ તો કોઇ નજર જ નથી કરતુ ત્યા પણ ખરાબ સ્થિતિ છે, લોકો વારંવાર રજુઆત કરે છે તે બહેરા કાને અથડાય છે, અને એકંદર જિલ્લાના હઠીલા રોગો, તાત્કાલીક રોગો, ચેપી રોગો, આગ અકસ્માતના જંતુ જનાવર કરડવાના  કારણે ગંભીર થયેલા દર્દીઓ તેમજ સ્પેશ્યાલિટિ સુવિધાની જરૂર છે તેવા દર્દીઓ જિલ્લા બહાર દોડા-દોડી કરે છે, અને સારવાર માટે અથડાય છે કુટાય છે.