દ્વારકા જગત મંદિર, શિવરાજપુર બીચ સહિતના આસપાસના આ તમામ મંદિરોમાં પ્રવેશ બંધ

મામલતદારે કર્યો હુકમ

દ્વારકા જગત મંદિર, શિવરાજપુર બીચ સહિતના આસપાસના આ તમામ મંદિરોમાં પ્રવેશ બંધ
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે વિવિધ જાહેર સ્થળોએ પ્રતિબંધ ફરમાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો જગત મંદિર દ્વારકા આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલ પ્રવાસન સ્થળ પર કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ જાહેર સ્થળો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેમાં દ્વારકા નજીક આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોમતીઘાટ, સુદામા સેતુ, રૂક્ષ્મણીમાતા મંદિર, ભડકેશ્વર મહાદેવ મંદિર, મીરા ગાર્ડન અને શિવરાજપુર બીચ પર લોકોને પ્રવેશ પર પ્રતિબંધ દ્વારકા મામલતદાર દ્વારા ફરમાવવામાં આવ્યો છે, આજથી એટલે 12 એપ્રિલથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી જાહેર સ્થળો પર દર્શનાર્થીઓની અને મુલાકાતીઓ માટે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.