Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારની ખાનગી શાળાઓનો અભ્યાસ કરીએ તો ખુબી કોક જ અને ખામી અનેક મળે છે તો વળી ક્યાક તો એડમીશન સ્થળ જુદા હોય ભણવાનુ બીજે ક્યાક હોય એ કેવું? એ બધુ જ હાલારમાં જ ચાલે વળી જામનગર શહેર જિલ્લો તેમજ દ્વારકા જિલ્લાની આવી શાળાઓમા એડમીશન બાદ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,યુનિફોર્મ,પાઠ્યપુસ્તક, સ્ટેશનરી, ટ્યુશન વગેરે બાબતની અલગથી તકલીફ તો રહે જ છે આ રીતે ખાનગી શાળાઓની અનિયમિતતાઓ એ તો માજા મુકી છે છતા જિલ્લા શિક્ષણ વિભાગ નિંભર પડ્યુ રહે છે અને આવી અનિયમિતતાઓ તો શિક્ષણ વિભાગની મહેરબાનીથી હાલારમા જ હાલે તેમ જાણકારો ચર્ચા કરે છે,
-વર્ગખંડ નિયમ મુજબ નથી….છતા ઇન્સ્પેક્શન “નીલ”
હાલારની અમુક ખાનગી શાળાઓમાં ક્લાસરૂમની સાઈઝ કોઈ નિયમ મુજબની નથી, તેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસરો જોવા મળે જેના ચેકિંગ થતા જ નથી તો એથીય ગંભીર બાબત સામે એ આવી છે કે સાયન્સની મોટાભાગની શાળાઓમાં જે જગ્યાએ એડમીશન હોય તે શાળામાં કોઈ સુવિધા ના હોય બીજી શાળામાં વિદ્યાર્થીને ભણવા મોકલે એટલે કોઈ દિવસ કાઈ પ્રશ્ન થાય તો જવાબદારી કોની ગણવી.?
-તગડી ફી જોહુકમી શાળાઓની…..ઉપરથી ટ્યુશનમા મુંડાવાનુ અલગથી
શાળાઓમા ખામીઓ ઘણી હોય છે ઉપરથી ગ્રાન્ટેડ, સેલ્ફ ફાયનાન્સ અને ગર્વમેન્ટમાં કોઈપણ શિક્ષકોને ટ્યુશન કરાવવાની મંજુરી જ નથી છતાં આવા લેભાગુ અને કંજુસ શિક્ષકો લોકો ટ્યુશન ક્લાસ ચાલે છે તેમાં ફરજીયાત જવુ પડે અમુક શિક્ષકો તો બીજાના ક્લાસીસમા ભણાવવા જાય છે અને સ્ટુડન્ટ ઢસડી જાય તેના કમિશન મેળવે છે તે અલગથી લાભ થાય છે,
-વાલીઓના બેફામ શોષણ
જામનગર શહેર જિલ્લા અને દ્વારકા જિલ્લાની ખાનગી શાળાઓ ખાનગી પબ્લીકેશન સાથે કમીશનની ગોઠવણ કરીને તેના જ પુસ્તકો કોઈ એક જ દુકાને કે એક જગ્યાએથી મળે તે માટેની આખી ગોઠવણ કામ કરે છે, વાલીઓ અને વિદ્યાર્થીઓ મજબુર થઇ ત્યાંથી તગડી કિમંત આપી લે છે, ગણવેશમાં પણ આવું જ સેટિંગ કરવામાં આવે છે તેમ પણ વાલીઓએ દર્દ સાથે વિગત આપતા જણાવ્યુ છે, કેટલીય શાળાઓ પ્રાઈવેટ પબ્લીકેશનના પુસ્તકો ઉપયોગ ના કરી શકે છતાં પણ કરે છે, આ બે મુદ્દાઓમાં સ્કૂલો લાખોનું કમીશન મેળવે છે, શાળા જણાવે તે દુકાન પરથી ખરીદી કરવી ફરજીયાત હોય છે તે તો લુંટ જ ગણાય અને દબાણ ગણાય પરંતુ વાલીઓની મજબુરીનો લાભ નહિ ગેરલાભ લેવાય છે,