કેબલ ઓપરેટરોના કારણે થતા વીજ અકસ્માતોને ગંભીરતાથી લેતુ વહીવટી તંત્ર

.......નહી તો કેબલ ઓપરેટરનુ રજીસ્ટ્રેશન થશે

કેબલ ઓપરેટરોના કારણે થતા વીજ અકસ્માતોને ગંભીરતાથી લેતુ વહીવટી તંત્ર

Mysamachar.in-જામનગર: 

જંગી કમાણી કરતા કેબલ ઓપરેટીંગના વ્યવસાયમા કેબલની કીલોમીટરો ના કીલોમીટરો સુધી બિછાવેલી જાળ માટે વીજવિભાગના પોલના જ ઉપયોગ થાય છે, જેથી કેબલ એજન્સીઓ કે કંપનીઓ પોતાના પોલ ઉભા જ નથી કરતી અને ગ્રાહકો પાસેથી પુરો ચાર્જ લેનારા આ ઓપરેટરો જંગી નાણા બચાવે છે, પરંતુ વીજપોલના ઉપયોગથી કેબલકનેક્શન ગ્રાહકો ઉપર નુકસાની ઝળુંબે છે તેમજ તંત્રના ધ્યાનમા પણ આવ્યુ છે કે વીજઅકસ્માત થાય છે માટે વીજવિભાગની આ અંગેની દરખાસ્ત ને જિલ્લા વહીવટીતંત્રએ ગંભીરતાથી લીધી છે અને જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે

ટીવી કેબલ ઓપરેટરો દ્વારા ટીવી કેબલનુ નેટવર્ક તથા અન્ય સંચાર માધ્યમો દ્વારા પીજીવીસીએલના ઈલેકટ્રીક નેટવર્ક(થાંભલા) પર કોઈપણ પ્રકારની મંજુરી વગર કેબલ વાયરો પ્રસ્થાપિત કરી ઉપયોગ કરવામાં આવે છે. જેથી વીજ અકસ્માત થાય છે તેમજ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે. તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્વસિંહ સરવૈયા દ્વારા પીજીવીસીએલના વીજ પોલ કે તેના નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડ્યું છે.

જામનગર જિલ્લામાં કોઈ પણ ટીવી કેબલ ઓપરેટરોએ પીજીવીસીએલના ઈલેક્ટ્ર્રીક નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહિ, તેમજ પીજીવીસીએલ દ્વારા દુર કરાયેલ ટીવી કેબલ પીજીવીસીએલના નેટવર્ક પર પુન:પ્રસ્થાપિત કરવા નહિં.તેમ હુકમો કરાયા છે

.......નહી તો કેબલ ઓપરેટરનુ રજીસ્ટ્રેશન થશે

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે જેમા દંડ અને સજા બંનેની જોગવાઇઓ છે તથા ટીવી કેબલ ઓપરેટરોનુ રજીસ્ટ્રેશન રદ થવા પાત્ર રહેશે તેમ પણ આ જાહેરનામામા પ્રસિદ્ધ કરાયુ છે