Mysamachar.in-જામનગર:
જામનગર અને દ્વારકા જીલ્લામાં ગત સોમવાર અને મંગળવાર ભાર વરસાદ વરસ્યો વરસાદને કારણે કેટલાય નદી નાળાઓ છલી ગયા એવામાં મંગળવારે જામનગર ખંભાલીયા હાઈવે પર બેડ નજીકના પુલ પરથી દ્વારકા તરફથી આવતી એસ.ટી.બસના ચાલક અને ડ્રાઈવરે ભારે હિમ્મત કરી અને પાણીનો ધસમસતો વહેણ હોવા છતાં બસને તેમાંથી પસાર કરાવી અને સામે કાંઠે સુધી લઇ જવાની સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ વાઈરલ થયો અને મુસાફરોની સુરક્ષા સામે પ્રશ્નો પણ ઉભા થયા…જે બાદ એસ.ટી.વિભાગ હરકતમાં આવ્યું અને તત્કાલ તપાસ કરીને વિભાગીય નિયામક એમ.બી.રાવલ દ્વારા જે બસ હતી તેના ડ્રાઈવર વાસુદેવ વાઘેલા અને કંડકટર અમરશી સોંદરવાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.