તલાટીએ કરેલા કારનામા પાછળ અનેકના તપેલા ચઢશે..

ગમે ત્યારે ભૂત ધુણે

તલાટીએ કરેલા કારનામા પાછળ અનેકના તપેલા ચઢશે..
demo pic

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાના તાલુકામા થોડાસમય પૂર્વે ફરજ બજાવતા તલાટીના સાવ પ્રાથમિક કારનામા બહાર આવ્યા બાદ સમગ્રપણે બંને જિલ્લામાંથી રેવન્યુ અને પંચાયતમા રસપ્રદ ચર્ચાઓએ જોર પકડ્યુ છે, અમુક તો એવી પણ ચર્ચા કરે છે કે આ તો સલવાશે બીજાના કે જેમણે અમુક કારણસર તેના ઉપર "ખાસ દયાભાવ" રાખ્યો છે, તેના પણ તપેલા ચઢી જવાના.. જામનગર શહેરમા એક ગ્રામ્ય વિભાગને લગત કચેરી જે પહેલા લાલબંગલામા બેસતી હતી તેમાં કુંભ રાશીની અટક ધરાવનાર રેવન્યુ તલાટી જેને "મોટા" થાવાના અને મોટા કહેવડાવવાના અતિશય અભરખા છે જે આખુ ડીપાર્ટમેન્ટ જાણે છે, તેના એક અતિ ગંભીર "સહી" પ્રકરણ મા કુંભ રાશીની જ અટક ધરાવતા ઉપરી જે ખુબ "શોખીન" છે જે હાલ આ જિલ્લામા પણ વતની આ જ જીલ્લાના છે, તેણે ખાસ ઢાંક પીછોડો કર્યો એટલુ જ નહી એની ઉપરના મોટા સાયબ જેની અટક તુલા રાશીની છે જે પણ આ જિલ્લામાં અગાઉ ફરજ બજાવી ગયેલા અને ફરી પ્રમોશન લઈને આવેલા છે, તેને પણ " મોટુ" મન રાખ્યુ હતુ, 

આ સમગ્ર મામલો હાલ ઢંકાયેલો છે પરંતુ નામજોગ ઉચ્ચ કક્ષાએ તપાસ માંગતી અરજી કરવા કોઇ થનગને છે એવુ જાણવા મળ્યુ છે, તે ક્યા કારણોસર વિલંબ કરે છે તેની તપાસ કરતા જાણવા મળ્યુ કે હજુ આ તલાટી જે તુલા રાશીના જ વિભાગનો છે તેના વધુ  કારસ્તાનો ખુલે તેમ હોવાથી બધી વિગત સાથે  નક્કર ફરિયાદ કરી એક સાથે અનેક ને સંડોવતી સમગ્ર કડીઓ એકઠી થઇ રહી છે, એક સુત્રએ તો એમપણ કહ્યુ કે નહી તો કાર બે મકાન દરદાગીના રોકડ મોજ શોખ થી હરવુ ફરવુ બદલી માટે કે પ્રમોશન માટે ગમે તેટલો નૈવૈદ્ય ધરાવવાની તૈયારી આ બધુ ક્યાથી થાય? વળી એવુ પણ જાણવા મળે છે કે આ જ રેન્કના બીજા બે છે જેના આવા જ કારસ્તાન છે તે તો અહી જ ફરજમા છે,

-જમીન પર રહેવુ પડે...ગમે તેની ગમે ત્યારે તપાસ બેસે કઈ નક્કી નહિ...

ખાસ કરીને બિલાડીની જેમ પોતે આંખમીંચી ને દૂધ પીવે ને મને કોઇ જોતુ નથી તે માને તેવા કોઇપણ સરકારી નાના મોટા કર્મચારી કે અધીકારી જેમણે કંઇ પણ ગેરરીતી કરી હોય તો હવામા ન ઉડાય જમીન પર જ રહેવુ પડે તેવી વણ માગી સલાહ અમુક પીઢ અને રેવન્યુવિભાગના જાણકારો આપે છે, કેમ કે જામનગર અને  દ્વારકા જિલ્લામાં ફરજ બજાવી ગયેલા GAS, IAS, IPS થી માંડી ઘણાની તપાસ અન્યત્ર ગયા પછી થઇ છે, ધરપકડો પણ થઇ છે, રાજ્યભરમા આવા અનેક કિસ્સાઓ મૌજૂદ છે, તેમજ નિવૃત બાદ પણ તપાસ થઇ જ શકે માટે  ખોટુ કરનાર સલામત નથી,જે સુત્રો એ વિગત આપી તે સુત્ર જણાવે છે કે આ તલાટી ગમે ત્યારે આટીમા આવે તો તેના ઉપર તો ઘણુ થાય તેને છાવરનારા પણ સલામત નહી રહે