Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગુન્હેગારોને જાણે પોલીસદાદાનો ડર રહ્યો ના હોય તેમ દિવસે ને દિવસે ગંભીર ઘટનાઓ સામે આવવા લાગી છે, તેમાં ખનીજચોરી, લુટ, હત્યા, કે પછી અન્ય ગંભીર ગુન્હાઓ દેવભૂમિ દ્વારકામાં સામે આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક ગંભીર ગુન્હો જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં સામે આવ્યો છે, જેમાં ખંભાળિયામાં વસવાટ કરતા એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અને આટલેથી ના આટકી વિડીઓ વાઈરલ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરનાર ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધાયો છે.
ખંભાળિયામાં વસવાટ કરતા એક યુવાન સાથે આરોપી યુસુફ અલીમામદ ચાકીએ બદનામ કરવાની ધમકી આપી તેમની મરજી વિરૂધ્ધ સુષ્ટી વિરૂધ્ધનુ કુત્ય આચર્યું હતું. આ કૃત્ય આચરી આરોપીએ મોબાઈલમાં વિડીઓ શુટિંગ પણ કરી લીધું હતું. ત્યારબાદ આરોપી યુસુફે ભોગ બનનાર યુવાનને પોતાની દુકાને બોલાવ્યો હતો. જ્યાં યુસુફ સાથે અન્ય બે શખ્સો તલા ઇબ્રાહીમ ખાખી, અલ્ફાજ હાજી ખફી સાથે મળી ત્રણેયએ અગાઉ સુષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય કરેલ તેનો વિડીયો પોતાની પાસે હોવાનુ જણાવી 5 લાખની બાળજબરીથી માગણી કરી હતી. જો તેમને રૂપિયા નહી આપે તેમની પાસે રહેલ આ વિડીયો વાઈરલ કરી બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને સૃષ્ટિવિરુદ્ધના કૃત્યનો ભોગ બનનાર યુવકે આ ત્રણેય ઈસમો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી ત્રણેય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.