આરોપીને જેલ બેરેકમાં બંધ કરવા જતા ઉશ્કેરાયો અને પછી તો...

એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

આરોપીને જેલ બેરેકમાં બંધ કરવા જતા ઉશ્કેરાયો અને પછી તો...
File Image

My samachar.in : જામનગર

જામનગર જીલ્લા જેલ ફરી ચર્ચામાં આવી છે થોડા સમય પૂર્વે પણ અંદર રહેલા એક કાચા કામના કેદીએ જેલ સહાયક પર હુમલો કર્યાની ઘટના સામે આવ્યા બાદ જેલ સ્ટાફની સલામતી કેવી તેવો પ્રશ્ન ઉભો કરે તેવી વધુ એક ઘટના સામે આવી છે, એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ભરતભાઇ વસરામભાઇ રાનાણી જામ જીલ્લા જેલમા યાર્ડ 01 થી 03 તથા સલામતી વિભાગમા સર્કલ સીપાઇ તરીકે તેની ફરજ પર હોય ત્યારે આરોપી પ્રવિણ ઉર્ફે પવલો ઉર્ફે લાલો બળદેવભાઇ સેનાજીયાને બેરેકમા બંધ કરતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરજ પરના સર્કલ સિપાઈને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ લાઠી વડે ફરિયાદી જેલ સિપાઈ તથા અન્ને શરીરે મુંઢ ઇજા કરી ફરજ બજાવતા અટકાવવા તથા હથીયાબંધીના જાહેરનામાનો ભંગ કર્યા સબબની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.