Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા પોલીસ મથકમાં તાજેતરમાં જ બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં હત્યાની કોશિશ, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી સબબ ગુન્હો નોંધાયેલ જેનો આરોપી એજાજ રજાકભાઇ સંઘાર ખંભાળીયા સત્વ મલ્ટીસ્પેશ્યાલીટી પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવારમાં દાખલ હોય અને સારવારમાંથી રજા આપ્યે તેને અટક કરવાનો હોય જે બાબતેની આરોપીને જાણ હોય અને પોતાને આ ગુન્હામાં અટક ન થવુ પડે તે હેતુથી હોસ્પીટલ ખાતેથી નાસી જવાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઇ હતી તો બીજી તરફ આ આરોપીના આ ભાગાભાગીના પ્રકરણમાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.