આરોપીઓએ ટીવી સિરિયલ પરથી બનાવ્યો હત્યાનો પ્લાન પ્રેમસબંધમાં પ્રેમીએ જ..

માતા પુત્રના મૃતદેહ મળી આવવા મામલે અપડેટ 

આરોપીઓએ ટીવી સિરિયલ પરથી બનાવ્યો હત્યાનો પ્લાન પ્રેમસબંધમાં પ્રેમીએ જ..

Mysamachar.in-અરવલ્લી:

અરવલ્લી જીલ્લાના  બાયડ તાલુકાના સાઠંબા નજીકથી મળેલ માતા-પુત્રના ખુબ જ ચકચારી બનેલ મૃતદેહનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. માતા પુત્રની હત્યાને અંજામ આપનાર હત્યારાઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, અને  મહિલાના પ્રેમી એ જ તેને અને તેના પુત્રને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલવા પામ્યું છે.ઘટનાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા નાની ખારી ગામની સીમમાંથી ત્રણ દિવસ અગાઉ માતા પુત્રનો મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ અરવલ્લી પોલીસને શરૂઆતથી આ મામલે લુંટ અને હત્યા થઇ હોવાનું લાગતા તે દિશામાં તપાસ વેગવંતી બનાવી હતી

જમનાબેન ગામેતી અને તેના પુત્ર આલોક ગામેતી હોવાની અરવલ્લી જિલ્લા એલસીબીની તપાસમાં સામે આવ્યું હતું. હત્યાનો ભેદ ઉકેલવા માટે અરવલ્લી જિલ્લા એસ ડી પી ઓ , એલસીબી , સાઠંબા પોલીસ સહિત જુદી જુદી પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.જૂનાગઢ વિસ્તારના સુરેશભાઈ સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવતા પોલીસે એ દિશામાં તપાસ હાથધરી હતી. અને પ્રેમ સંબંધમાં માતા પુત્રની હત્યા થઈ હોવાનું સામે આવતા આ હત્યા કેવી રીતે થઈ અને હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો.તે અંગે વધુ તપાસ કરતા હત્યાને અંજામ આપનાર રાજકોટના ગાંડુંભાઈ જાદવે ટીવી સિરિયલ જોઈ તે પ્રમાણે હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે 3 લાખ 20 હજાર રૂપિયા કબ્જે લઈ બે હત્યારાઓને જેલ હવાલે કર્યા છે.