ખુન કેસનો આરોપી કોર્ટ નજીકથી નાશી છૂટ્યો

નાકાબંધી કરી શોધખોળ શરૂ

ખુન કેસનો આરોપી કોર્ટ નજીકથી નાશી છૂટ્યો

Mysamachar.in-જામનગર:

જામનગરના ખંભાળિયા ગેટ નજીક એક વર્ષ જેટલા સમય પૂર્વે ડો.બક્ષીના બંગલામાં ચોરી અને લુંટની ઘટનાને અંજામ આપનાર મૂળ બિહાર ના સંજીત ચૌધરી ને એલસીબી દ્વારા જે તે સમયે ઝડપી પાડી અને આ ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો, પણ જે બાદ આંજે આરોપીને જાપ્તા હેઠળ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ નજીકથી પોલીસને ચકમો આપી ને આરોપી સંજીત ચૌધરી નાશી છુટતા એલસીબી,એસઓજી સહિતની ટીમો હવે આરોપીને ફરી ઝડપી પાડવા કામે લાગે છે, અને નાકાબંધી કરી અને આરોપીને શોધી રહી છે, ઉપરોક્ત તસ્વીરમાં બતાઈ રહેલો શખ્સ જો કોઈને જોવા મળે તો પોલીસ કંટ્રોલ રૂમના નંબર ૦૨૮૮-૨૫૫૦૨૦૦ પર જાણ કરવી.