મોબાઇલમાંથી આરોપીએ અંગત પળોના 24 વીડિયો પોતના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી લીધા અને 10 લાખની ખંડણી માંગી..

મોબાઇલમાંથી આરોપીએ અંગત પળોના 24 વીડિયો પોતના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી લીધા અને 10 લાખની ખંડણી માંગી..
file image

Mysamachar.in-જૂનાગઢ

આજકાલ કેટલાય યુગલો પોતાની અંગતપળો વખતેના વિડીયો અને ફોટોગ્રાફ્સ લેતા હોય છે, પણ આવું ક્યારેક ભારે પડી શકે...આવો એક કિસ્સો જૂનાગઢમાં પોલીસ સુધી પહોચ્યો જે ચોકાવનારો છે, જૂનાગઢના માંગરોળમાં આ ઘટના સામે આવી જ્યાં એક વ્યક્તિના ફોનમાંથી આ વીડિયો તેના એક મિત્રોએ મેળવી લીધા હતા અને બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો મામલો પોલીસમાં પહોચતા પોલીસે આરોપી એવા બે સગા ભાઈઓને ઉપાડી લીધા છે,

માંગરોળ શહેરમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં પત્ની સાથેની કામક્રીડા કેદ કરી હતી. આ વીડિયો આરોપી ઇમરાન અને ઇરફાનએ મેળવી લીધા હતા. જે બાદમાં બંનેએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. બંને આરોપી સગા ભાઈઓ છે. બંનેની ફરિયાદીની દુકાને બેઠક હતી. બન્ને વેપારીના મોબાઇલમાં રહેલા વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી લીધા હતા. આરોપીએ ફરિયાદીના મોબાઇલમાંથી આવા 24 વીડિયો ડાઉનલોડ કરી લીધા હતા.

જે બાદમાં તેણે આરોપીને આ વીડિયો મોકલીને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. વીડિયો વાયરલ ન કરવા હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું. આ મામલે ફરિયાદીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસે આ કેસમાં આરોપી એવા બંને સગાભાઈઓની ધરપકડ કરી છે.