બંધારણની જોગવાઈને ધ્યાનમાં રાખીને આંદોલનકારીઓની માંગણી સંતોષવામાં આવશે : સૌરભ પટેલ

સરકાર અને વિપક્ષે રાખ્યો પક્ષ

બંધારણની જોગવાઈને ધ્યાનમાં રાખીને આંદોલનકારીઓની  માંગણી  સંતોષવામાં આવશે : સૌરભ પટેલ

my samachar.in-અમદાવાદ:

રાજ્ય સરકાર દ્વારા આજે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ૧૧માં દિવસે સામે આવીને સત્તાવાર કેબીનેટ મંત્રી સૌરભ પટેલએ પત્રકાર પરિષદ યોજીને પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે,નીતિ,નિયમો અને બંધારણની જોગવાઈ પ્રમાણે માંગણી પૂર્ણ કરવામાં આવશે,

સૌરભ પટેલએ વધુમાં જણાવ્યુ હતુ કે,હાર્દિક પટેલનું કોંગ્રેસ પ્રેરીત રાજકીય આંદોલન છે,કોંગ્રેસનાં મિત્રો હાર્દિકને સલાહ આપી રહ્યા છે હાર્દિકને મોટાભાગે કોંગ્રેસીઓ મળવા જઇ રહ્યા છે ત્યારે પાટીદાર સંસ્થાઑ આ મામલે મધ્યસ્થી થવા તૈયાર હોય તો આવકાર છે તેવું સૌરભ પટેલએ જણાવ્યુ હતું,

વધુમાં સૌરભ પટેલએ જણાવ્યુ હતું કે,સરકાર હમેશા ખેડૂતોની મદદ કરતી આવી છે અને મગફળી કે  કપાસની ટેકાના ભાવે ખરીદીથી માંડીને અનેક ખેડૂતલક્ષી યોજના ભાજપ સરકારે જ અમલમા લાવી છે ત્યારે પાટીદાર સમાજ જાગૃત અને સમજદાર છે તે સહિતના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને સરકાર વતી સૌરભ પટેલએ  પ્રતિક્રિયા આપી હતી,જ્યારે આજે જામનગર જીલ્લાના કોંગ્રેસનાં આગેવાન અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ જયારે  હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે જઇ રહયા હતા ત્યારે તેને જતાં રોકવામાં આવ્યા હતા અને મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતાં વિક્રમ માડમે જણાવ્યુ હતું કે,હાર્દિકનું આંદોલન માત્ર પાટીદાર સમાજ માટે નહીં ગરીબો માટે પણ છે અને સરકાર હાર્દિકથી ભયભીત થઈ ઉઠી છે,

ત્યારે હાર્દિકના ૫૧ સમર્થકો દ્વારા આજે મુંડન કરાવવામાં આવતા આ મામલે વિક્રમ માડમે જણાવ્યુ હતું કે,સરકાર મરી ગઈ હોય તેમ કોઈ સાંભળવાવાળું નથી તે મુંડનની પ્રતિતિ કરાવે છે અને કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લીયર હોય તેમ કોઈપણ સાચા આંદોલનને ટેકો આપવો એ વિરોધપક્ષની ભૂમિકામાં રહીને કોંગ્રેસની ફરજ છે,

આમ હાર્દિક પટેલના ઉપવાસના ૧૧માં દિવસે સરકારના મંત્રી એ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી તો બીજી બાજુએ કોંગ્રેસએ પણ સરકારની આ પ્રતિક્રિયાની ટીકા કરતાં હાર્દિક તરફી પોતાનો પક્ષ પણ રજૂ કર્યો હતો.