બે કાર વચ્ચે અકસ્માત 4 ના મોત 

પાંચ ઈજાગ્રસ્ત

બે કાર વચ્ચે અકસ્માત 4 ના મોત 

Mysamachar.in-અમદાવાદ:

આજે વહેલી સવારે ધોલેરા ભાવનગર હાઈવે પર પીપળી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે,ધડાકાભેર બે કાર અથડાઈ પડતા કારમાં સવાર ચાર લોકોના તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે,જયારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેવોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,ઘટનાને પગલે પોલીસ્ પણ ઘટનાસ્થળે દોડી આવી છે અને તપાસ શરૂ કરી છે,મૃતકોમાં બે પુરુષ,એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.