ચેલા ગામના યુવકનો અકસ્માત કે હત્યા?

પોલીસ કરી રહી છે વધુ તપાસ

ચેલા ગામના યુવકનો અકસ્માત કે હત્યા?
મૃતકની ફાઈલ તસ્વીર

mysamachar.in-જામનગર:

જામનગરથી લાલપુર જતાં હાઇવે પર ગત મોડી રાત્રીના હોટલનું સંચાલન કરતાં યુવકનું વાહન ચાલકએ ઠોકર મારી મોત નિપજાવીને નાશી ગયાના બનાવ બનતા તાકીદે ઘટના સ્થળે પોલીસ અને પરિવારજનો દોડી ગયા હતા અને બનાવ મામલે પરિવારજનોમાં ભારે ગમગીનીનું વાતાવરણ છવાયું છે, તો બીજી તરફ આ અકસ્માત નથી હત્યા થઈ હોવાના પરિવારજનોએ આક્ષેપ કરીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરે તેવી માંગણી કરવામાં આવી છે જેની સામે હાલ પોલીસ અકસ્માતના બનાવના આધારે તપાસ ચલાવી રહી છે,

લાલપુર નજીક ચેલા પાસે ગતરાત્રીના સિદ્ધરાજસિંહ કેર નામના ચેલા ગામના યુવકનું અજાણ્યા   વાહન ચાલક ઠોકર મારતા ગંભીર ઇજા થવાથી મોત નીપજયું હતું આ બનાવ બનતા ઘટના સ્થળે પરિવારજનો દોડી ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી,લાશને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ ખાતે પી.એમ.માટે ખસેડવામાં આવીને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,

આ બનાવને લઈને પરિવારજનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે,સિદ્ધરાજસિંહને ફોન પર હોટલ પ્રશ્ને ધમકી અપાઈ રહી હતી આથી સિદ્ધરાજસિંહની હત્યા કરી અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યાનો પરિવારજનો ગંભીર આક્ષેપ છે,

પરિવારજનોના હત્યાના આક્ષેપ સામે પંચકોષી-બી પોલીસ મથકના પીએસઆઇ મેઘરાજસિંહ વાળાએ આ સમગ્ર મામલે જણાવ્યુ હતું કે,ચેલા ગામના સિદ્ધરાજસિંહ કેરનું અકસ્માતના કારણે મોત નીપજયું હોવાનું શોર્ટ પી.એમ. નોટમાં જાહેર થયું છે,હાલ તેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે અને પરિવારજનોના આક્ષેપ સાથે આગળ જતાં વિશેષ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.