Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં આજે બપોરના સુમારે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે એક ઇકો કારનો ચાલક પુરપાટ ઝડપે આ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો તેને અન્ય ત્રણ કારને ટક્કર મારતા ત્રણેય કારમાં નુકશાની થઇ છે, સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજાઓ કે જાનહાની થવા પામી નથી જો કે અકસ્માત બાદ એક ઈનોવા કાર ડીવાઈડર પર ચઢી જતા અહીંથી પસાર થતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.