ખંભાળિયા દ્વારકા હાઈવે પર અકસ્માત, સ્થાનિકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા 

જો કે સદનસીબે....

ખંભાળિયા દ્વારકા હાઈવે પર અકસ્માત, સ્થાનિકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર આજે સવારના સુમારે વડત્રા ગામ નજીક એક કાર GJ-10-BR-9533 નંબરની કાર અચાનક પલટી મારી જતા કારમાં સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, જો કે આ અકસ્માત સમયે લોકોની માનવતા દેખાઈ અને પાસેથી પસાર થઇ રહેલા વાહનચાલકો સહીત આસપાસના લોકો કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા સહિતની કામગીરી માટે દોડી આવ્યા હતા જે બાબત સરાહનીય છે.