લાલપુર:ભણગોર નજીક અકસ્માત, 2 ના મોત, 8 ઈજાગ્રસ્ત 

સ્ટેરીંગ લોક થઇ જતા અકસ્માત સર્જાયાનું પ્રાથમિક તારણ 

લાલપુર:ભણગોર નજીક અકસ્માત, 2 ના મોત, 8 ઈજાગ્રસ્ત 
અકસ્માતના વાહનની તસ્વીર

Mysamachar.in-જામનગર:

હજુ તો બે દિવસ પૂર્વે જ કાનાછીકારી ગામ નજીક એક અકસ્માતની ઘટનામાં ચાર યુવકોએ જીવ ગુમાવ્યો હતો ત્યાં જ આજે જામનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જામનગરના લાલપુરથી જામજોધપુર તરફ જતા હાઈવે પર ભણગોર ગામ નજીક આજે સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ છોટાહાથીના ચાલકનું  સ્ટેરીંગ લોક થઇ જતા બે લોકોના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા છે, જયારે અન્ય 7 લોકોને ઈજાઓ પહોચતા તેવોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.