જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક કાર ઘુસી ગઈ ટેન્કર પાછળ, 2 ના મોત

કાર ઓવરસ્પીડ હોવાનું તારણ

જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક કાર ઘુસી ગઈ ટેન્કર પાછળ, 2 ના મોત

Mysamachar.in-જામનગર

છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં જુદા -જુદા હાઈવે પર ગોજારા અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ગતરાત્રીના જામનગર રાજકોટ હાઈવે પર પણ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના મોત નીપજયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે, પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ હરીશભાઇ રાજાભાઇ ભુડીયાએ પોતાની આઇ ટવેન્ટી ફોર વ્હીલ ગાડી રજી.નં. GJ-03-KC-2006 વાળીને પુરઝડપે અને બેફીકરાઇથી ફુલ સ્પીડમા ગફલતભરી રીતે ચલાવી રોડ પર તેની આગળ જતા ગેસના ટેન્કર રજી.નં. GJ-12-AW-0061 વાળાના પાછળના ભાગે ફુલ સ્પીડમા અથડાવી દેતા આ અકસ્માત સર્જાયો હતું જેમાં ગાડીમા બેઠેલ વિજયભાઇ બાબુભાઇ ધ્રાગીયા જે ઠેબા ગામે રહે છે તેને  શરીરે નાની મોટી તથા માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હોય અને આ અક્સ્માતમા ખુદ ચાલક હરીશભાઈનું પણ મોત નીપજતા ધ્રોલ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.