ખંભાળિયા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, 1 ટ્રક સળગી ઉઠતા અફરાતફરી
એક ટ્રકમાં કોલસો જયારે બીજા ટ્રકમાં સિમેન્ટ ભરેલ હતા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા હાઈવે પર આજે વહેલી સવારે સિમેન્ટ ભરેલ ટ્રક અને કોલસા ભરેલ ટ્રકનો અકસ્માત સર્જાયો હતો બન્ને ટ્રક વચ્ચે અકસ્માત બાદ એક સિમેન્ટ ભરેલ ટ્રક ભડભડ સળગી ઉઠ્યો હતો આગ બાદ સિમેન્ટ ભરેલ ટ્રક ખાખમાં ફેરવાઈ ગયો હતો જો કે બનાવને પગલે નજીકથી પસાર થઇ રહેલા વાહનચાલકોમાં પણ એક તબક્કે અફરાતફરી મચી જવા પામી હતી, ઘટનાની જાણ ખંભાળિયા પાલિકાની ફાયર ટીમને કરવમાં આવતા ટીમે સ્થળ પર પહોચી આગને કાબુમાં લીધી હતી, મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી.