ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત, એસટી બસની હાલત તો જુઓ કેવી થઇ...

2 લોકોના થયા મોત

ટ્રક અને એસટી બસ  વચ્ચે અકસ્માત, એસટી બસની હાલત તો જુઓ કેવી થઇ...

Mysamachar.in-કચ્છ

ભુજના નખત્રાણા તાલુકાના રતડીયા ફાટક પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે આજે વહેલી પરોઢે 4 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એસટી બસના ડ્રાઇવર અને ટ્રક ક્લિનરના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા કરુણ મોત નીપજ્યાં હતા, જયારે બસમાં સવાર 6 જેટલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર એસટી ડેપોની હિમતનગર માતાના મઢ રૂટની બસ ન.GJ-18 Z-6654 નખત્રાણા પસાર કર્યા બાદ આગળ તરફ ધપી રહી હતી ત્યારે વહેલી પરોઢે 4 વાગ્યાની આસપાસ સામેથી આવી રહેલી ટ્રક ન. GJ-12 AZ-1274સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોની ચિચિયારીથી ભૂજ લખપત ધોરીમાર્ગ દ્રવી ઉઠ્યો હતો. પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘાયલોને 108 મારફત નખત્રાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હોવાનું જાણવા મળ્યું છે.