કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 4 ના જીવ ગયા 

અહી બની છે આ ઘટના વાંચો સંપૂર્ણ વિગત 

કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 4 ના જીવ ગયા 

Mysamachar.in- બનાસકાંઠા:

આજનો રવિવાર ગોજારો રવિવાર સાબિત થયો છે, વાત છે રાજ્યના બનાસકાંઠા નજીક સર્જાયેલ અકસ્માતની.. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કિયા કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો જેમાં ટ્રેલર અને કાર વચ્ચે થયેલી જબરદસ્ત ટક્કરમાં કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર લોકો ઉણ ગામના હોવાનું સામે આવ્યું છે.

આ ગોજારા અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટના પગલે પોલીસ સહિત 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ અકસ્માતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પોલીસે અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.