ST બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 15 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

જો કે સદનસીબ કે જાનહાનીના થઇ

ST બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 15 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

Mysamachar.in-ગોધરા

સલામત સવારી એસટી અમારીના છેલ્લે કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યા ખુબ વધવા લાગી છે, એવામાં ગોધરાના ચંચેલાવ પાસે એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં બસમા બેસેલા 15 થી વઘુ મુસાફરો ઈજાગ્રસ્ત થતાં 108 દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા. વલસાડ થી ઝાલોદ જતી એસટી ગોધરાથી દાહોદ હાઇવે પર ચંચેલાવ પાસેથી પસાર થતી હતી. તે દરમ્યાન ટેન્કર સાથે એસટી બસને જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાતા બસમાં બેસેલા 15 થી વઘુ મુસાફરોને નાની મોટી ઇજા થતાં તેમને બહાર કાઢયા હતા.