એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, 3 મેડીકલ સ્ટુડન્ટના મોત 

2 વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ 

એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, 3 મેડીકલ સ્ટુડન્ટના મોત 

Mysamachar.in-રાજકોટ:

આજે સૌરાષ્ટ્રમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 3 આશાસ્પદ યુવાઓના મોત થયા છે, રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ST બસ અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે મૃતકો પારૂલ યુનિવર્સીટી સંચાલીત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ધાગધરીયા ફોરમ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટમાં ગયા હતા

આ ઘટનામાં 2 વિદ્યાર્થીનીઓ કૃપાલી ગજ્જર અને સીમરન ગીલાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા. અકસ્માત કેટલો ગંભીર છે તે દ્રશ્યો પરથી જ જોઇ શકાય તેમ છે. કારણ કે ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટથી રણુજાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે GJ-03-KC-8475 નંબરની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી જેના કારણે કારમાં સવાર કારચાલક સહિત 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જો કે આ અકસ્માત અંગે પોલીસને જાણ થતા પોલીસ ટ્રાફિક ક્લીયર કરાવી વધુ તપાસ કરી રહી છે.