એસટી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત, બોલેરોમાં ફસાયેલા લોકોને જેસીબીની મદદ વડે બહાર કાઢવા પડ્યા

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો.

એસટી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત, બોલેરોમાં ફસાયેલા લોકોને જેસીબીની મદદ વડે બહાર કાઢવા પડ્યા

Mysamachar.in-કચ્છ

થોડા દિવસો પૂર્વે ભુજના દેસલપર માનકુવા નજીક એસટી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી ત્યાં જ વધુ એક અકસ્માતની આજે ફરી ઘટના બોલેરો અને એસટી બસ વચ્ચે કચ્છ ભુજના દેસલપર નજીક બની છે, જે ગંભીર અકસ્માતમાં 6 થી 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે, તો અકસ્માતમાં બોલેરોમાં ફસાયેલા લોકોને જેસીબીની મદદ વડે બહાર કાઢવાની ફરજ પડી હતી, ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અકસ્માતના કારણે નખત્રાણા ભુજ હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.