Mysamachar.in-જામનગર:
જામનગર ખંભાળિયા હાઈવે પર આજે સવારે મોટી ખાવડી નજીક એક ટેન્કર અને ખાનગી બસ વચ્ચે સર્જાયો…ધડાકાભેર અકસ્માત થતા થોડીવાર પુરતો અકસ્માતના પગલે બન્ને તરફનો ટ્રાફિકજામ થયો હતો. જે બાદ પોલીસને આ મામલાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોચી વાહનવ્યવહાર રાબેતા મુજબ કરાવી અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ બનાવમાં ટેન્કરચાલક અને બસમાં સવાર બે-ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. મેઘપર પોલીસે આ અકસ્માત અંગે જરૂરી વધુ કાર્યવાહી કરી રહી છે.