કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, 4 ના કમકમાટીભર્યા મોત

આજે સવારે અહી બની છે ઘટના

કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, 4 ના કમકમાટીભર્યા મોત

Mysamachar.in:નવસારી

નવસારીના ચીખલી નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, નવસારીના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અંગે જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે, ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. બે લોકોને ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તપાસ અર્થે પહોચ્યો છે. આ ગોઝારા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસનાં આવ્યાં બાદ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. તમામ ચારેય મૃતકો સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.