ઓવરટેક કરવા જતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 ના મોત

અહી બની છે આજે સવારે આ ઘટના

ઓવરટેક કરવા જતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 ના મોત

Mysamachar.in-નડિયાદ

રાજ્યમાં અકસ્માતોની વધતી ભરમાર વચ્ચે ખેડાથી અકસ્માતની વધુ એક દુખદ ઘટના સામે આવી છે. કપડવંજથી મોડાસા રોડ પર આજે વહેલી સવારે અકસ્માત થયાના અહેવાલ છે. કાવઠ પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ઓવરટેકિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની વિગત સામે આવી છે. અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું છે, ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.