કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 ના મોત

આજે અહી બની છે આ ઘટના

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 ના મોત

Mysamachar.in:મહેસાણા

રાજ્યમાં વધતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે, એવામાં આજે સોમવારે વહેલી સવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક દંપતિ સહીત ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આ અંગેની વિગતો એવી છે કે મહેસાણા જીલ્લાના વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. કલોલના વેપારીની કારને અકસ્માત વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. વેપારી દંપતી વતન રાજસ્થાનમાં દર્શન કરવા જતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર દંપતી સાથે ડ્રાયવરનું પણ મોત નિપજ્યું છે.

આજે વહેલી સવારે વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત થયેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો. કલોલના અને મૂળ રાજસ્થાની વેપારીની કારને અકસ્માત નડ્યો હતો. વેપારી અને તેમના પત્ની વતન રાજસ્થાનમાં દર્શન કરવા જવા નીકળ્યુ હતું. ત્યારે પહેલેથી જ અકસ્માત થઈને પડેલી ટ્રક સાથે કાર ભટકાઈ હતી. ટ્રકમાં કાર ઘુસી જતા કારમાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું. તેમજ કારમાં સવાર દંપતી સાથે ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.