કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, 4 ના મોત 

વાહન ચલાવતી વખતે રાખો સલામતીનું ધ્યાન 

કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, 4 ના મોત 

Mysamachar.in-ભાવનગર:

ભાવનગર શહેરની નજીક આવેલા નવાબંદર રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સ્વિફ્ટ કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 4 લોકોનાં સ્થળ પર મોત નીપજ્યાં છે.મળતી પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વિફ્ટ કાર નંબર GJ-04-CJ-1922 અને ડમ્પર ધડાકાભેર અથડાયાં હતાં. સ્વિફટ કારમાં સવાર ચાર લોકોનાં સ્થળ પર નીપજ્યાં હતાં. બનાવને લઈ 108 અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.