સ્કુલવાન અને કાર વચ્ચે અકસ્માત, 1 વિદ્યાર્થીનીનું મોત

અન્ય વિદ્યાર્થી સહીત 8 લોકો ઈજાગ્રસ્ત

સ્કુલવાન અને કાર વચ્ચે અકસ્માત, 1 વિદ્યાર્થીનીનું મોત

My samachar.in:-રાજકોટ

રાજકોટ જસદણ હાઈવે પર વધુ એક વખત અકસ્માતની ઘટના બની છે. જસદણ આટકોટ અને હનુમાન ખારચીયા ગામમાં થયેલા અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કે, સમગ્ર ઘટનામાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 ઈમરજન્સી સેવા મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

આજે સવારે થયેલા અકસ્માતમાં મારુતિ વાન ખારાચીયા બાજુ આવતી હતી. જે સ્કુલ વાનમાં બાળકો ભરી વીરનગર તરફ જતા હતા. ખારચીયાની ગોળાઈ સામેથી આવતી એસન્ટ કાર સાથે મારુતિ વાન ધડાકાભેર અથડાઈ હતી. કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. જેમાં ધોરણ પાંચની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું,  સ્કૂલની વેનમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ સમગ્ર અકસ્માતની ઘટનામાં કુલ 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.