પેટ્રોલ ભરેલ ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત

જો કે સદનસીબ કે આ વખતે કોઈ જાનહાની ના થઇ

પેટ્રોલ ભરેલ ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત

Mysamachar.in-સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, સદનસીબે આ વખતે કોઈ જાનહાની નથી થઈ. પેટ્રોલ ભરેલા ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી રહી છે, અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાન ડિવાઇર પર પલટી ગઈ હતી.  લીંબડી-રાજકોટ હાઇવે પર લીંબડીથી આશરે ત્રણ કિલોમીટર દૂરના અંતરે આ અકસ્માત સર્જાયો છે. જેમાં પેટ્રોલ ભરેલા ટેન્કર અને યુટીલીટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યકિતને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેન્કરમાંથી પેટ્રોલ ઢોળાયું કે લીક થયું હોત તો મોટી જાનહાની સર્જાઈ શકતી હતી. જોકે, સદનસીબે પીકઅપવાન જ પલટી ગઈ હતી અને ટેન્કરમાં બહુ નુકસાન થયું ન હતું. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ શરૂ કરી છે.