5 વાહનો વચ્ચે અકસ્માત, મારુતિવાનમાં બેસેલ 2 ના સ્થળ પર જ મોત 

અહી બની છે આ અકસ્માતની ઘટના 

5 વાહનો વચ્ચે અકસ્માત, મારુતિવાનમાં બેસેલ 2 ના સ્થળ પર જ મોત 

Mysamachar.in-ભરૂચ:

ભરૂચ નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના રુટ પર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. નબીરપુર પાસે પરવાના હોટલની સામે અકસ્માત સર્જાયો હતો. કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણ એટલી જોરદાર હતી કે, કારમાં સવાર 2 લોકો હર્ષદ માછી અને અશોક માછી ના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતથી માછી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.